દોમધખતા તાપમાં વરસાદની આગાહી 2022
ઘણા લાંબા સમયથી ગુજરાતમાં ભારે ગરમી સહન કરી રહેલા લોકો માટે ખુશીના સમાચાર છે. આજે ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદી ઝાપટાં પડે તેવી આગાહી કરવામાં આવી છે.
![]() |
| ગુજરાતમાં વરસાદની આગાહી 2022 |
ગુજરાતમાં ક્યારે આવશે વરસાદ
આજે ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે તારીખ 8/9 જૂન ના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે અને આગામી તારીખ 10 જૂન ના રોજ સૌરાષ્ટ્ર તથા સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવેલ છે જેથી ખાસ કરીને ખેડૂત ભાયો માટે ખુશીનો માહોલ સર્જાયો છે.
હાલ ગુજરાતમાં પીવાનું પાણી કેટલું છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસાની ઋતુમાં ઘણો ફેરફાર થયો છે જેથી ક્યાંક વરસાદ પડે છે તો ક્યાંક સૂકા મેદાન રહી જાય છે તો વાત કરીએ કે હાલ ગુજરાતમાં પીવાનું પાણી કેટલું છે તો મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં હાલ ઓગસ્ટ મહિના સુધી પીવાના પાણીની કોઈ સમસ્યા સર્જાય તેમ નથી હાલ પૂરતી પીવાનું પાનું છે પરુંતું આગામી દિવસોમાં વરસાદ કેટલો પડે અને ક્યાં પડે તેના પર નિર્ભર છે કે આગળ જતા પીવાનું પાણી પુનર્સ્થાપિત થશે કે નહીં તે તો હવે ચોમાસુ શરૂ થાય પછી જ ખબર પડશે.
